ધોરાજી ખાતે હજરત લાલ શાહ વલીના ચાર દિવસીય ઉર્ષ શરીફનો ભવ્ય પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે દરગાહ શરીફથી ખાદીમ દરગાહની હાજરીમાં ઢોલ-નગારાના નાદ સાથે વિશાળ સંદલ શરીફ નીકળ્યું હતું, જેમાં વિશ્વ વિખ્યાત જાંબુરના સિદી બાદશાહના આદિવાસી
નૃત્યે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ સંદલમાં સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ અને અન્ય મુસ્લિમ આગેવાનો જોડાયા હતા. દરગાહ ખાતે હિન્દુ-મુસ્લિમ ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા છે. ફકીર લંગર નીયાજ કમિટી દ્વારા ચાર દિવસ સુધી વિનામૂલ્યે શાકાહારી પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે મનોરંજન માટે લોકમેળાનું પણ આયોજન કરાયું છે, જેમાં બાળકો માટે રાઈડ્સ અને વિવિધ સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.