ધોરાજી-ઉપલેટા પંથકમાં ખનીજ ચોરી ડામવા જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડો પાડીને બે હિટાચી સહિત રૂ ૭૫,૦૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પંથકમાં ખનીજ ચોરીની લોક ફરિયાદો ઉઠતા જિલ્લા કલેકટર પ્રભવ જોશીની સૂચનાથી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમોએ તપાસ હાથ ધરીને વધુ કાર્યવાહી કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ઉપલેટા તાલુકાના ગધીથડ નાગવદર ગામમાંથી પસાર થતી વેણુ નદીમાંથી સાદી રેતી ખનીજના ગેરકાયદે ખનન-વહનની ફરિયાદ મળતી હોવાથી રાજકોટ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી અંકિત ભટ્ટના સીધા માર્ગદર્શન હેઠળ ટીમના કિશન રાણવા, જૈમીન પટેલ, દિવ્યરાજસિંહ એસ.જાડેજા, સતીષ ડી. સેડવાએ આ મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેને ભાયાવદર પોલીસ મથક ખાતે સોંપવામાં આવેલ છે.