ધોરાજી જુના સ્વામિનારાયણ મંદિર દ્વારા કુંભારવાડા સ્વામિનારાયણ મંદિર ગ્રાઉન્ડ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો જેમાં સરધાર સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્થાન ઉપર ભગવાન સ્વામિનારાયણએ અનેક પરચાઓ આપ્યા છે. લેઉઆ પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ પટેલ તેમજ રાજકોટ નાગરિક બેંકના ડિરેક્ટર તેમજ વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા તેમજ રાજુભાઈ બાલધા (એડવોકેટ) વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.