ધોરાજી નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પ્રજાને સારી સુવિધા મળે તે હેતુથી ભૂગર્ભ ગટર યોજના નાખવામાં આવી હતી પરંતુ જ્યારથી ભૂગર્ભ ગટરનું કામ શરૂ થયું ત્યારથી ધોરાજી નગરપાલિકા બદનામ થઈ હતી. કોન્ટ્રાક્ટરોએ નબળા કામ કર્યા છે તે બાબતે પણ રાજ્યના મુખ્યમંત્રી સુધી અનેક ફરિયાદો કરી હતી પરંતુ રાજકીય કાવાદાવાને કારણે કોઈપણ પ્રકારની તપાસ થઇ ન હતી બાદ ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયું અને ભૂગર્ભ ગટર શરૂ કરવામાં આવી પરંતુ જ્યારથી શરૂ કરવામાં આવી છે ત્યારથી ધોરાજીના અનેક વિસ્તારો ખાસ કરીને મેઇન બજાર, સોની બજાર, મહાલક્ષ્મી શેરી, દરબારગઢ વગેરે વિસ્તારોમાં કાયમ માટે દુર્ગંધ મારતા પાણીની નદી વહેતી હોય એવું જોવા મળી રહ્યું છે. આ બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા, કિશોરભાઈ રાઠોડે રજૂઆત કરી હતી.