ધોરાજી શહેરની નચિકેતા સાયન્સ સ્કૂલના ગર્લ્સ યુનિટનો વાર્ષિકોત્સવ ઉત્સાહભેર યોજાયો હતો. સમારોહના અધ્યક્ષ સ્થાને ગુજરાત યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રીમતી લીલાબેન પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળાની તેજસ્વી વિદ્યાર્થીનીઓને શિલ્ડ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત વાલીગણ અને મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.