ધોરાજી શહેરમાં ખડકાયેલા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી પ્રાંત અધિકારીનાં માર્ગદર્શન હેઠળ ચાલુ કરાઈ હતી. જેના ધોરાજી ચીફ આૅફિસર જયમલ મોઢવાડિયા, ભાવેશ ભટ્ટ, પોલીસ ઇન્સ્પેકટર આર.જે. ગોધમ સહિત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકા હદ વિસ્તારનાં જૂનાગઢ રોડ પાસે ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ અંદાજે બે હજાર વાર જેટલી જમીન અંદાજીત રૂ.૩૦,૦૦,૦૦૦/- ની કિંમતની જમીન ખુલ્લી કરાઈ અને દબાણો હટાવાયા હતા. ચીફ ઓફિસર મોઢવાડીયાએ જણાવેલ કે ધોરાજી શહેરમાં હજુ ગેરકાયદેસર દબાણ હટાવવા અંગેની કામગીરી ચાલુ જ રહેશે.