અમરેલી જિલ્લા રઘુવીર સેના દ્વારા અમરેલી શહેરમાં પ્રથમ વખત ધો.૧૦ અને ધો.૧૨ના રઘુવંશી વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ટ્યુશન ક્લાસ શરૂ થશે. ૧ ડિસેમ્બર, ૨૦૨૪થી આ ક્લાસ શરૂ થશે. અમરેલી શહેરમાં અખાડાની સામે ચાઇલ્ડ કેર સ્કૂલમાં ધો.૧૦ માટે બપોરે ૩ થી ૫ અને ધો.૧૨ માટે ૨ થી ૪ કલાક સુધી ટ્યુશન ક્લાસ યોજાશે.