જામનગરના એક બુટલેગર દ્વારા ધ્રોલના સોયલ ટોલનાકા પાસેથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ચોર ખાનામાં છુપાવીને જામનગરમાં ઘુસાડવામાં આવી ગયો હોવાની ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી એલસીબીની ટુકડીએ કારચાલકને પકડી પાડ્યો હતો અને પાછળની સીટમાં બનાવેલા ચોર ખાનામાંથી ૭૮ નંગ ઇંગલીશ દારૂની બોટલ, મોબાઈલ ફોન કાર સહિતનો રૂપિયા ૧,૩૬,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જામનગરમાં શાંતિનગર શેરી નંબર પાંચમા રહેતા રવિરાજસિંહ કિરીટસિંહ જાડેજા કે જેના દ્વારા એક કારમાં છુપાવીને વિદેશી દારૂનો જથ્થો રાજકોટથી જામનગર લાવવામાં આવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતના આધારે ગઈકાલે સાંજે ધ્રોલના સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી.જે દરમિયાન કાર ત્યાંથી પસાર થતાં તેને અટકાવીને પૂછપરછ કરી લીધી હતી. ત્યારબાદ એલસીબીની ટુકડીએ કારની તપાસ કરવાનું શરૂ કર્યુ હતું. જેમાં પાછળની સીટ કાઢીને ચેક કરતા પતરૂ લગાવાયેલું હતું, જેને ખોલીને ચેક કરતાં પાછળની સીટ પાંચ ચોરખાનું બનાવ્યું હતું. જેની અંદર એક પછી એક ૭૮ નંગ વિદેશી દારૂની બોટલનો જથ્થો સંતાડીને રાખવામાં આવ્યો હતો, જે તમામ દારૂની ૭૮ નંગ વિદેશી દારૂની બાટલીનો જથ્થો કબજે કરી લીધો હતો અને કાર તેમજ મોબાઇલ ફોન સહિત દારૂની હેરાફેરી કરતા બુટલેગર રવિરાજસિંહ જાડેજાને ઝડપી લોધો છે અને તેની સામે ધ્રોલ પોલીસ મથકમાં દારુ બંધી ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.