ગુજરાતમાં નકલીનો રાફડો ફાટી નીકળ્યો છે. રાજ્યમાં અવારનવાર નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ અને નકલી ડોક્ટર પકડાવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હવે આ નકલીના કૌભાંડમાં વધુ એક નકલી અધિકારી સામે આવ્યો છે. આ વખતે નકલી મહિલા અધિકારી પકડાઈ છે. પોતાને ડીવાયએસપી ગણાવતી આણંદના સોજીત્રાની નિશા વ્હોરાની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
હવે તો પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારી પણ નકલી હોય એવી સ્થિતિ ઉભી થઈ છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં ડીવાયએસપી તરીકે નિમણૂંક પામી હોવાનો દાવો કરનાર સોજીત્રાની નિશા વોહરાની પૂછપરછ કરવામાં આવી રહી છે. આણંદના સોજીત્રાની નિશા વ્હોરા પોતાને ડીવાયએસપી તરીકે ઓળખાવતી હતી અને અમદાવાદ સાયબર ક્રાઈમમાં કાર્યરત હોવાનો તે દાવો કરતી હતી. બે વર્ષ પહેલા તેણે જીપીએસીમાં પ્રથમ રેન્ક સાથે પરીક્ષા પાસ કરી હોવાની ખોટી પ્રસિદ્ધિ મેળવી હતી. એટલું જ નહીં, પણ સરદાર પટેલ યુનિવર્સિટીએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને અભિનંદન આપ્યા હતા.
નિશા વહોરાનું સન્માન સોજીત્રાના ધારાસભ્ય અને મુખ્યમંત્રી પણ કરી ચુક્્યા છે. જે-તે સમયે નિશા વ્હોરાએ જીપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે સંઘર્ષની ખોટી કહાની પણ કહી હતી. તૈયારી માટે કોઈ ક્લાસિસ જાઈન કર્યા વગર જ આપબળે સફળતા મેળવી હોવાનો નિશાએ દાવો કર્યો હતો. જા કે, તપાસ કરતા જાણવા મળ્યું કે જીપીએસસીના રિઝલ્ટમાં ક્યાંય નિશાનું નામ જ નથી. નિશા વોહરા ક્્યાંય નોકરી પણ નથી કરતી. તપાસ કરતા તમામ વાતો ઉપજાવી કાઢેલી નીકળી ત્યારે આણંદ પોલીસ હરકતમાં આવી ગઈ. ત્યારે નકલી ડીવાયએસપીનું ભૂત ધૂંણતા આણંદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. નિશા વહોરાની આણંદ ન્ઝ્રમ્એ પૂછપરછ હાથ ધરી છે. મોડી રાત સુધી મહિલા અધિકારીની ટીમ દ્વારા પૂછપરછ કરાઈ. પોતાને ડીવાયએસપી કહેતી નિશા વહોરા સામે સવાલો ઉભા થયા છે. નિશા વોહરાએ પોતાનો ખોટો પ્રચાર-પ્રસાર શા માટે કર્યો તે મોટો સવાલ છે.