દામનગર શહેરના મધ્ય વિસ્તારમાં હવેલી નજીક સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બનાવાયેલા ત્રિકોણ બાગની સુંદરતા જાળવવા માટે નિયમિત જાળવણીની જરૂરિયાત ઊભી થઈ છે. નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ની ગ્રાન્ટમાંથી આ બગીચામાં ૧૫ બાકડા અને ૧૯
વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. સાંજથી સવાર સુધી ન્ઈડ્ઢ લાઇટ્સથી ઝળહળતો આ બગીચો નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. બગીચામાં ‘સ્વચ્છ ભારત’, ‘સ્વચ્છતા હી સેવા’, ‘ગ્રીન દામનગર’ અને ‘નિર્મળ ગુજરાત’ના સૂત્રો પણ લખવામાં આવ્યા છે. જો કે, બગીચામાં રોપવામાં આવેલા વૃક્ષોને નિયમિત પાણી ન મળતું હોવાથી તેમના સુકાઈ જવાની ચિંતા સેવાઈ રહી છે. સ્થાનિક રહીશોએ આ વૃક્ષોની યોગ્ય જાળવણી અને નિયમિત પાણીની વ્યવસ્થા કરવા માંગણી કરી છે, જેથી બગીચાની હરિયાળી જળવાઈ રહે.