જીરા ગામના સરપંચ દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડીયાએ સાવરકુંડલા મામલતદારને એક પત્ર લખીને ચિંતાજનક બાબત તરફ ધ્યાન દોર્યું છે. તેમના જણાવ્યા મુજબ, ગામની શેલ નદીના પટ અને કાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં આવેલા લીમડા, દેશી બાવળ અને અન્ય વૃક્ષોની ગેરકાયદેસર કટિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે. અસામાજિક તત્વો દ્વારા જીરા અને ચાંદગઢ ગામના સીમાડા વિસ્તારમાં આ પ્રવૃત્તિ આચરવામાં આવી રહી છે. આ લોકો રાત્રિના સમયે ત્નઝ્રમ્ જેવા સાધનોનો ઉપયોગ કરીને વૃક્ષોને કાપી નાખે છે અને તેનું વેચાણ કરે છે. આ પ્રવૃત્તિથી સરકારી મિલકતને મોટું નુકસાન થઈ રહ્યું છે. સરપંચે પત્રમાં માંગણી કરી છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને થયેલા નુકસાનની વસૂલાત કરવામાં આવે. આ પ્રવૃત્તિ અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા તેમણે વિનંતી કરી છે.