અમરેલીના નાના માચીયાળા ગામે રહેતા દાનજીભાઈ માણસુરભાઈ ચાચીયા (ઉ.વ.૬૨)એ જાહેર કર્યા મુજબ, સુમીતભાઈ દાનજીભાઈ ચાચીયા (ઉ.વ.૩૧) માનસિક બીમાર હતા. તેઓ બે દિવસ પહેલા ઘરેથી વાડીએ જવાનું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ પરત ફર્યા નહોતા. તેમની લાશ વાડી ખેતરને અડી આવેલી નદીમાંથી મળી હતી. તેઓ નદીમાં નહાવા જતાં પાણીમાં ડૂબી ગયા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.ડી. અમરેલીયા વધુ તપાસ કરી રહ્યા છે.