(એ.આર.એલ),નવસારી,તા.૧૫
નવસારીના ઇન્સ્પેક્ટરને લાંચ પેટે આઇફોન માંગવો ભારે પડી ગયો છે. તેના પગલે તરત જ તેની સામે ફરિયાદ નોંધાવાતા તેના પર પોલીસનો ફોન આવ્યો હતો. હવે તે જેલના સળિયા ગણી રહ્યો છે. નવસારીમાં ધોલાઈ બંદર પર પોલીસ અધિકારી દિનેશ જમનાદાસ કુબાવત તેમની કામગીરી બજાવી છે.
નવસારી જીલ્લામાં આવેલ ધોલાઇ બંદર ખાતે જતી બોટોના માલિકને છુટક લાઇટ ડીઝલ ઓઇલનો પરવાનો ધરાવી વેચાણ કરે છે, આ કામના આક્ષેપિતે તેઓને અસલ પરવાનો લઇને પોલીસ સ્ટેશન બોલાવેલ અને તમારે છુટક લાઇટ ડીઝલનુ વેચાણ કરવુ હોય તો મારો વ્યવહાર કરવો પડશે નહીતર ધંધો બંધ કરાવી દઇશ તેમ કહી, હાલમાં નવો લોન્ચ થયેલ એપલ કંપનીના આઇફોનની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી એપલ કંપનીનો આઇફોન આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી, ફરિયાદ કરેલ હતી. આ ફરિયાદ આધારે આજરોજ એ.સી.બી. ટીમે લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત દીનેશ જમનાદાસ કુબાવત પોલીસ ઇન્સ્પેક્ટર, નાઓએ રૂ.૧,૪૪,૯૦૦/- ની કિંમતનો આઇફોન મોબાઇલ સ્વીકારતા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
નવસારી એસીબી પોલીસ સ્ટેશનના એસીબીના ટ્રેપિંગ અધિકારી બી.ડી. રાઠવાની સાથે એસીબી સ્ટાફ કુબાવતને પકડવાના છટકામાં સામેલ હતા. સુપર વિઝન અધિકારી તરીકે એસીબીના સુરત એકમના અધિકારી આર.આર ચૌધરી હતા.