ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામની પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ તેમજ વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. બાળકોએ મોબાઇલ ફોનના નુકસાન વિશે નાટક રજૂ કરીને સમાજને
જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં ગીર ગઢડા તાલુકાના શિક્ષણ અધિકારી ટીપીઓ, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.