જગતજનની માં અંબેનુ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે માં અંબાના ચરણોમાં શીશ નમાવા અને માના આશીર્વાદ મેળવવા માટે દૂર દૂરથી માઇ ભક્તો માં અંબાના ધામે અંબાજી આવતા હોય છે અને જેમાં પણ આજે ૨૦૨૫ના નવા નર્ષના પ્રારંભે વહેલી સવારથી જ અંબાજી માંદિરમાં ભક્તોની ભારેભીડ જોવા મળી હતી.
વહેલી સવારે નવા વર્ષની મંગલા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યાં હતાં. આજ રીતે અનેક વાર તહેવારે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને તેમને સફળતાપૂર્વક અને ભક્તિ ભાવપૂર્વક પરિપૂર્ણ કરવામાં સહયોગ અને પોતાની ભક્તિ અને શ્રદ્ધા અનુસાર સફળ બનાવે છે.
દેશભરમાં ગત રાત્રી વર્ષ ૨૦૨૪ની મુમળકાભેર વિદાય આપી ઉજવણી કરી હતી, ત્યારે આજે અનેક શ્રધ્ધાળુઓ માં અંબાના દર્શન અને આશીર્વાદ લઈને નવ વર્ષની શરૂઆત કરતા હોય છે. ત્યારે આજે ૨૦૨૫ના પ્રારંભે અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળા હતી અને માતાજીના ચાચર ચોકમાં ગરબાનો આનંદ પણ માન્યો હતો.