સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૦૨૫ ને “રાષ્ટ્રિય–આંતરરાષ્ટ્રિય સહકારી વર્ષ’ તરીકે જાહેર કરવામાં આવેલ છે તે અતર્ગત નવી દિલ્હીમાં ભારતમંડપમ્ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે આઈ.સી.એ. ગ્લોબલ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવેલ છે. પાંચ દિવસ ચાલનાર ગ્લોબલ કોન્ફરન્સમાં
ગૃહ-સહકાર મંત્રી અમીતભાઈ શાહ, ભુતાનના વડાપ્રધાન એચ.ઈ.દાસો શેરીગ ટોબગે, ઈફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ફિજીના નાયબ વડાપ્રધાન એચ.ઈ.માનો કામીકામીકા, આઈ.સી.એ.ના પ્રમુખ એરીયલ ગ્વારકો, આઈ.સી.એ.ના ડાયરેકટર જનરલ જેરોન ડગ્લાસ, આઈ.સી.એ.એ.પી.ના અધ્યક્ષ ડો.ચંદ્રપાલસિંહ, નાફસ્કોબના અધ્યક્ષ રવિન્દ્ર રાવ સહિત વિશ્વના વિભિન્ન દેશોમાંથી પધારેલ સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. ગ્લોબલ કોન્ફરન્સને સબોધતા વડાપ્રધાને જણાવેલ કે, અમુલ ભારતની ગ્લોબલ ટોપ બ્રાન્ડ છે, સરદાર પટેલે કિસાનોને એક કર્યા. સહકાર અને સરકારથી દેશ સમૃધ્ધિ તરફ જઈ રહ્યો છે. દુનિયાની સહકારી સસ્થાઓમાં દર ચોથી ભારતમાં પેટ્રોલ-ડીઝલ, સોલાર, પાણી વિગેરેમાં સહકારી સંસ્થાઓ સામેલ છે.