વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ પર્યાવરણ શિક્ષણ મળે તે હેતુથી ધો. ૭ તથા ૮માં અભ્યાસ કરતી બહેનો માટે ત્રણ દિવસની પ્રાકૃતિક શિક્ષણ શિબિર “ચિખલકૂબા”(જસાધાર રેન્જ) મુકામે યોજાઈ હતી. જેમાં પંદર વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જ્યાં તેમણે પ્રાણીઓ, પક્ષીઓ, કિટકો,
સરિસૃપો તેમજ નદી, પહાડ, વૃક્ષો વગેરેનું પર્યાવરણમાં શું મહત્વ છે તેના વિષે જાણ્યું હતું. આ ઉપરાંત ધો. ૬ થી ૮ના કુલ ૩૨ વિદ્યાર્થીઓની એક દિવાસીય પ્રાકૃતિક શિબિર સાસણ મુકામે યોજાયેલ હતી. જેમાં બાળકોએ દેવળીયા સફારી પાર્કની મુલાકાત લઈને જંગલનું મહત્વ, ગુજરાતનાં અભ્યારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો તેમજ પર્યાવરણ સંરક્ષણ વિષે માહિત મેળવી હતી. પ્રાણી અને પક્ષીઓ માટે પ્લાસ્ટિક અને પેસ્ટીસાઈડ દવાનો બને તેટલો ઓછો ઉપયોગ થાય તે માટે જાગૃત કરવામાં આવ્યા હતા.