રાજુલામાં રહેતા એક મોબાઇલના વેપારીને નવો મોબાઇલ તારા પાસેથી જ લઇશ જો તું નહી આપે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે પ્રદિપભાઇ બાબુભાઇ સોલંકી (ઉ.વ.૩૨)એ રણજીતભાઇ માણકુભાઈ વાળા (ઉ.વ.૩૩) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની હર્ષ મોબાઇલ નામની દુકાને ગ્રાહક ભરતભાઇ રમેશભાઇ ધાખડા રહે.વડલી વાળા આરોપીને સાથે લઇને ભરતભાઇએ તેનો વીવો કંપનીનો મોબાઇલ ફોન તેમની દુકાને બેટરી બદલવા આપ્યો હતો. આરોપીએ તેમને તમારા ફોનમાં બેટરી બદલે એમ નથી અને મારી પાસે નવી બેટરી નથી તેમ કહી મોબાઇલ પરત આપ્યો હતો. જેથી ઉશ્કેરાઇને ગાળો આપવા લાગ્યા હતા. તેમજ તેમના ગ્રાહક ભરતભાઇનો મોબાઇલ જમીન ઉપર પછાડી તોડી નાખી નુકશાની કરી હતી અને જતા જતા નવો મોબાઇલ તારા પાસેથી જ લઇશ જો તું નહી આપે તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે વી રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.