નાઈજીરિયાની રાજધાની અબુજામાં નાતાલના અવસર પર સ્થાનિક ચર્ચ દ્વારા વહેંચવામાં આવતી ખાદ્ય સામગ્રીઓ એકત્ર કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં નાસભાગ મચી ગઈ હતી. શનિવારે આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે નાસભાગમાં ૪ બાળકો સહિત ૧૦ લોકોના દુઃખદ મોત થયા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ડઝનેક લોકો સવારે ૪ વાગ્યે ચર્ચ પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, વસ્તુઓનું વિતરણ કરવામાં આવે તેના ઘણા સમય પહેલા, અને તે સમયે એક દરવાજા પર ભીડ એકઠી થઈ હતી. તેણે કહ્યું કે, કેટલાક લોકો ગઈ રાતથી રાહ જાઈ રહ્યા હતા.
ઘટનાની વિગતો આપતા પોલીસ પ્રવક્તા જાસેફાઈન અદેહે એક નિવેદનમાં જણાવ્યું કે અબુજાના પોશ વિસ્તાર મૈતામામાં હોલી ટ્રિનિટી કેથોલિક ચર્ચમાં વહેલી સવારે નાસભાગ મચી ગઈ હતી. તેમણે કહ્યું કે એક હજારથી વધુ લોકોને ચર્ચમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં જાઈ શકાય છે કે મૃતદેહો જમીન પર પડેલા છે અને લોકો મદદ માટે ચીસો પાડી રહ્યા છે. અદેહે કહ્યું કે કેટલાક ઘાયલોને સારવાર આપીને છોડી દેવામાં આવ્યા છે, જ્યારે અન્યની સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ ચર્ચે ચેરિટી ઈવેન્ટ કેન્સલ કરી દીધી હતી, જેમાં ચોખાની બોરીઓ અને અન્ય વસ્તુઓ હજુ પણ અંદર છે.
આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં એક અઠવાડિયામાં આ બીજી નાસભાગ છે કારણ કે સ્થાનિક સંસ્થાઓ, ચર્ચ અને જાહેર સભ્યો નાતાલ પહેલા દાન એકત્ર કરવા માટે કાર્યક્રમોનું આયોજન કરે છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ-પશ્ચિમ નાઈજીરિયામાં બુધવારે એક શાળા દ્વારા આયોજિત રજા મેળામાં ભાગદોડમાં ઘણા બાળકોના મોત થયા હતા. ઓયો રાજ્યના ગવર્નર સેઇ માકિંદેએ જણાવ્યું હતું કે રાજ્યની ઇસ્લામિક હાઇ સ્કૂલ બસોરુનમાં નાસભાગ મચી ગઇ હતી. તેમણે કહ્યું કે ઘટનાને જાતા સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.