નાગેશ્રી ગામે રહેતા હકાભાઈ બચુભાઈ વરૂ (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, જયાબેન જયંતીભાઈ રાઠોડ (ઉ.વ.૪૫) તેના પતિ સાથે તેમના મસળીકાંઠા વાડી વિસ્તારમાં આવેલા ખેતરની ઓરડીમાં ભાગીયું રાખી રહેતા હતા. બે દિવસ પહેલા મહિલાએ અગમ્ય કારણોસર પોતાની જાતેથી ખેતી પાકમાં છટકાવ કરવાની ઝેરી દવા પી’ જઈ કૂવામાં પડતું મૂકતાં મરણ પામી હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.એન. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.