લીલીયા તાલુકાના નાના કણકોટ ગામની દીકરી રાધિકા ઘનશ્યામભાઈ પોલરાએ પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે બઢતી મેળવી ગામનું નામ રોશન કર્યું છે. નાની ઉંમરે પિતાનું અવસાન થયા બાદ પણ પરિવારના સહયોગથી શિક્ષણ મેળવી આગળ વધેલી રાધિકાએ પોલીસ વિભાગમાં સેવા આપતા આજે મહત્વપૂર્ણ બઢતી મેળવી છે . પોલરા પરિવારની આ દીકરીની સિદ્ધિથી સમગ્ર નાના કણકોટ ગામમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. ગામના સરપંચ હસમુખભાઈ પોલરા, પ્રતાપભાઈ ખુમાણ અને કુલદીપભાઈ ખુમાણ સહિત સમગ્ર ગ્રામજનોએ શુભેચ્છાઓ પાઠવી છે.