નાના ભંડારીયા ગામમાં પોલિયો ટીકાકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગામના સરપંચ ભારતીબેન નરેશભાઈ ત્રાપસીયાએ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવીને આ અભિયાનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. સરપંચ ભારતીબેને ગ્રામજનોને અપીલ કરી હતી કે, તેઓ પોતાના બાળકોને પોલિયોના ટીપાં અવશ્ય પીવડાવે. તેમણે ખાસ કરીને વાડી વિસ્તારમાં કામ કરતા મજૂરોને પોતાના બાળકોને પોલિયોના ટીપાં અવશ્ય પીવડાવવા જણાવ્યું હતું. આ અભિયાનમાં આરોગ્ય વિભાગ અમરેલીના M0 મોટા આંકડીયા, MPHW પ્રિયાંગભાઈ દાફડા, FHW તૃપ્તિબેન ભટ્ટ તેમજ આશા વર્કર અને આંગણવાડી વર્કરો સહિત ગ્રામ પંચાયતના સભ્યોએ સંયુક્ત મહેનત કરી હતી.