પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શેડુભાર હેઠળના નાના માચિયાળા ગામમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે આયુર્વેદ/હોમિયોપેથી સર્વ રોગ નિદાન કેમ્પ અને મહિલા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા ચાલતા વિશ્વ મહિલા દિવસ અને પોષણ કીટ વિતરણ કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલા આ કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડા. આર.કે. જાટ અને આયુષ મેડિકલ ઓફિસર બોરીચાના પ્રયત્નોથી ૮ માર્ચ ૨૦૨૫ના રોજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ડા. દીપક કે. ચાવડાએ દર્દીઓની તપાસ કરી અને જરૂરિયાતમંદ દર્દીઓને હાયર સેન્ટરમાં રીફર કર્યા હતા. ગામના દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વનરાજભાઈ કોઠીવાળ, વનરાજભાઈ ડાંગર, બલભદ્રભાઈ કોઠીવાળ, પારૂલબેન ચુડાસમા અને ગામના આગેવાનોએ સહયોગ આપ્યો હતો.