લીલીયા વિસ્તારમાં સિંહોનો બહોળો વસવાટ છે સાથે સાથે દીપડા પણ જોવા મળી રહ્યા છે. નાના લીલીયા ખાતે વાડી વિસ્તારના સી.સી.ટી.વી કેમેરામાં દીપડો ટહેલતો કેદ થયો હતો. નાના લીલીયા, લોકી, વાઘણીયા વિસ્તારમાં ઘઉં, જીરામાં પીયત આપવા રાત્રી દરમિયાન ખેડૂતો જતા હોવાથી આ વિસ્તારના ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. નાના લીલીયા ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગને પત્ર લખી આ દીપડાને તાત્કાલિક પકડી પાડવા માગ પણ કરવામાં આવેલ છે.