નાની કુંકાવાવની પી.એમ.શ્રી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ તકે બાલવાટિકાથી ધો-૮ ના વિદ્યાર્થીઓને સામેલ કરીને વિજ્ઞાન પ્રદર્શન તથા અંગ્રેજી ભાષા એક્ટિવિટી પ્રદર્શનનું આયોજન કરાયું હતું. શાળાના વર્ગ ખંડોમાં ગણિત-વિજ્ઞાન-અંગ્રેજીની મળીને કુલ-૧૪૨ કૃતિઓ બાળકોએ રજુ કરી હતી. આ તકે ગામના સરપંચ, ગ્રામજનો ઉપરાંત પે.સેન્ટરની પેટા શાળાઓના અંદાજે ૧૫૦ બાળકોએ અને હાઈસ્કૂલના બાળકોએ પણ મુલાકાત લીધી હતી. સીઆરસી કો.ઓ. વસંતભાઇ કોરાટ, બીઆરસી કો.ઓ. નિરવભાઈ સાવલિયા તથા પૂર્વ બીઆરસી ઉદયભાઈ દેસાઈ, હાઈસ્કૂલ આચાર્ય અને શિક્ષકગણ તથા વાલીઓએ પણ કૃતિઓ નિહાળી સમગ્ર શાળા પરિવારને આયોજન માટે ખૂબ બિરદાવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય જયદીપભાઈ પટેલ તથા તમામ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.