કોડીનાર તાલુકાના વેળવા અને સુત્રાપાડા તાલુકાના સુંદરપુરા ગામે ટોલ ઉઘરાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ છે. માત્ર સરકારની પરવાનગીની જ રાહ જોવાઇ રહી છે. પણ વેળવા અને સુંદરપરા વચ્ચેનું અંતર માત્ર ૩૦ કી..મી છે. સુદરપરાથી વેરાવળ તાલુકાના આદ્રી ટોલનાકાનું અંતર ૩૩ કી.મી.છે.આમ ૬૩ કી.મી.માં ત્રણ ટોલનાકા ઊભા કરવામાં આવ્યા છે. તે પૈકી આદ્રી ટોલનાકુ ચાલુ જ છે. જ્યારે વેળવા અને સુંદરપરા ટોલનાકું તૈયાર થઈ ગયું છે. આ ઉપરાંત વેળવા ટોલનાકાની નજીકના ગામો વેળવા, માલગામ,પાંચ પીપળવા, અડવી,ડોળાસા વિગેરે ગામોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે કારણ કે અનેક ખેડૂતો એવા છે કે તેઓનું રહેણાંક અને જમીન વચ્ચે વેળવા ટોલનાકું આવે છે.જાણવા મળતી માહિતી મુજબ ૬૩ કિ.મી.ની ત્રિજયામાં ત્રણ ટોલનાકા આવતા હોવાથી વાહનચાલકોને આર્થિક ડામ પડે તેમ છે. જેથી એક ટોલનાકુ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.