નેતુમ્બો નંદી-નદૈતવાહ નામિબિયાના નવા અને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. મંગળવારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર પરિણામો અનુસાર, ૭૨ વર્ષીય નંદી-નદૈતવા ૫૭ ટકા મતો સાથે જીત્યા હતા. નંદીની આ જીત ચૂંટણીના દાવાઓથી વિપરીત છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમને બીજા તબક્કામાં જવું પડી શકે છે.
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ નંદી-નદૈતવાએ કહ્યું હતું કે નામીબિયા રાષ્ટ્રે શાંતિ અને સ્થિરતા માટે મતદાન કર્યું છે. ચૂંટણીમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓ જેમ કે બેલેટ પેપરનો અભાવ અને અન્ય મુદ્દાઓને કારણે વિરોધ પક્ષોએ પરિણામોને નકારી કાઢ્યા છે. જેના કારણે ચૂંટણી અધિકારીઓએ મતદાન શનિવાર સુધી લંબાવ્યું હતું. મતદાન માટે લાંબી લાઈનોને કારણે કેટલાક મતદારોને ૧૨ કલાક સુધી રાહ જાવી પડી હતી, ત્યારબાદ તેઓએ પ્રથમ દિવસે જ મતદાન કરવાનું છોડી દીધું હતું. આ મામલામાં વિપક્ષી દળોનું કહેવું છે કે મતદાનની મુદત લંબાવવી ગેરકાયદેસર હતી અને તેઓએ પરિણામોને કોર્ટમાં પડકારવાનું વચન આપ્યું છે.