(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૫
ન્યુઝીલેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ૨૮ નવેમ્બરથી રમાનારી ઇંગ્લેન્ડ સામેની ૩ મેચની હોમ ટેસ્ટ સીરીઝ બાદ તેઓ તેમની ટેસ્ટ કારકિર્દીને વિરામ આપી દેશે. તેઓ તેમની છેલ્લી ટેસ્ટ મેચ હેમિલ્ટનમાં ૧૪ થી ૧૮ ડિસેમ્બરની વચ્ચે રમશે. ૩૫ વર્ષીય સાઉથીએ પોતાના કરિયરમાં કુલ ૧૧૨૪ વિકેટ લીધી છે.
તેમણે ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધીમાં કુલ ૧૦૪ ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેમણે ૩૮૫ બેટ્સમેનોને આઉટ કર્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર તેઓ બીજા બોલર છે. સર રિચર્ડ હેડલીએ ૪૩૧ ટેસ્ટ વિકેટ લીધી હતી.
ટિમ સાઉથીએ ૧૯ વર્ષની ઉંમરે ૨૦૦૮માં નેપિયરમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. હવે તે પોતાની છેલ્લી મેચ પણ આ જ ટીમ સામે રમશે. જા કે, તેમણે એમ પણ કહ્યું કે જા ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેÂમ્પયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાય થશે તો તે જૂન મહિનામાં લોર્ડ્સમાં યોજાનારી મેચ માટે હાજર રહેશે.
ટેસ્ટ ક્રિકેટમાં ટિમ સાઉથીએ ૧૦૪ મેચમાં ૩૮૫ વિકેટ લેવાની સાથે બેટથી ૨૧૮૫ રનનું યોગદાન આપ્યું છે. તેઓ સારી બેટિંગ કરી લેતા હતા અને અંતમાં આવીને મોટી હિટ ફટકારવા માટે પ્રખ્યાત હતા. બ્રેન્ડન મેક્કુલમ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ સાઉથીના નામે છે. તેમણે પોતાની ટેસ્ટ કરિયરમાં કુલ ૯૩ સિક્સર ફટકારી છે.
આંતરરાષ્ટÙીય ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ ટિમ સાઉથીના નામે છે. તેમણે તમામ ફોર્મેટ સહિત કુલ ૭૭૦ વિકેટ લીધી છે. જ્યારે ડેનિયલ વિટોરીના નામે ૬૯૬ વિકેટ છે, જે આ મામલે બીજા ક્રમે છે. આ સિવાય અત્યાર સુધી માત્ર સાઉથી જ આંતરરાષ્ટÙીય ક્રિકેટમાં ૩૦૦ ટેસ્ટ વિકેટ, ૨૦૦ વિકેટ અને ૧૦૦ ્૨૦ આંતરરાષ્ટÙીય વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી શક્યા છે.
ટિમ સાઉથીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરીઝમાં ૫૫ વિકેટ ઝડપી છે. ન્યુઝીલેન્ડ તરફથી ભારત સામે સૌથી વધુ વિકેટ લેનાર બીજા બોલર છે. સર રિચર્ડ હેડલીએ ભારત સામે ૬૫ વિકેટ લીધી હતી. સાઉથીએ તાજેતરમાં ૩૬ વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ મેચ જીતવામાં પણ મહ¥વની ભૂમિકા ભજવી હતી. તેમણે બેંગલુરુ ટેસ્ટમાં ૬૫ રનની ઇનિંગ રમ્યા બાદ રચિન રવિન્દ્ર સાથે ૧૩૭ રનની ભાગીદારી કરી હતી.
સાઉથીની ઇનિંગની મદદથી ન્યૂઝીલેન્ડની ટીમે મેચ જીતી હતી. તેમણે આ મેચમાં ૨ મહ¥વની વિકેટ પણ લીધી હતી. પહેલી ઇનિંગમાં કેપ્ટન રોહિત શર્માને આઉટ કર્યા હતા. બીજી ઇનિંગમાં ૧૫૦ રન બનાવ્યા બાદ ખતરનાક દેખાઈ રહેલા સરફરાઝ ખાનને પોતાનો શિકાર બનાવ્યો હતો. સરફરાઝના આઉટ થયા બાદ જ ભારતીય ટીમ પાટા પરથી ઉતરી ગઈ હતી અને ન્યૂઝીલેન્ડે ૮ વિકેટે મેચ જીતી લીધી હતી. બાદમાં ન્યૂઝીલેન્ડે ૩-૦થી સીરીઝ પણ જીતી લીધી હતી.