ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતની હેટ્રિક લગાવી દીધી છે. રવિવારે ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડે હરાવ્યું હતું. ભારતને જીત તો મળી ગઈ છે પરંતુ જીતવાને કારણે ભારતનો સેમી ફાઈનલનો મુકાબલો ટફ બનશે અને તેને મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમ સામે રમવું પડશે. જા ભારત હાર્યું હોત તો તે સાઉથ આફ્રિકા સામે સેમી ફાઈનલ રમેત અને તેને આસાનીથી હરાવીને ફાઈનલમાં પહોંચી જાત.
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માં ગ્રુપ સ્ટેજ મેચો સમાપ્ત થઈ ગઈ છે. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમ ૪૪ રનથી જીતી ગઈ. આ સાથે, સેમિફાઇનલ મેચો પણ નક્કી થઈ ગઈ છે. આ વખતે ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો સેમિફાઇનલમાં છે. ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવ્યું હોવાથી તે ૪ માર્ચે દુબઈમાં ઓસ્ટ્રેલિયા સામે તો ન્યુઝીલેન્ડ ૫ માર્ચે સાઉથ આફ્રિકા સામે બીજી સેમી ફાઈનલ રમશે. આ બન્નેમાંથી જીતનારી ટીમ ૯ માર્ચે ફાઈનલમાં ટકરાશે. બંને ગ્રુપમાંથી ૨-૨ ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ છે. ભારતીય ટીમ ગ્રુપ એ માં ટોચ પર રહી છે. જ્યારે ન્યુઝીલેન્ડ બીજા સ્થાને રહ્યું છે. જા આપણે ગ્રુપ બી ની વાત કરીએ તો, દક્ષિણ આફ્રિકા પ્રથમ સ્થાને છે અને ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં, પ્રથમ સેમિફાઇનલ મેચ ગ્રુપ એ ની ટોચની ટીમ અને ગ્રુપ બી ની બીજા ક્રમાંકિત ટીમ વચ્ચે રમાશે. એટલે કે આ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો એકબીજા સામે ટકરાશે. આ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
બીજી સેમિફાઇનલ મેચ ગ્રુપ બીની ટોચની ટીમ અને ગ્રુપ એ ની બીજા ક્રમે રહેલી ટીમ વચ્ચે રમાશે. એટલે કે આ મેચમાં ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો ટકરાશે. જા ટીમ ઈÂન્ડયા સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવે તો તે ફાઈનલમાં આવશે અને આવી Âસ્થતિમાં ફાઈનલ લાહોરમાં નહીં પરંતુ દુબઈમાં રમાશે.
ભારતે ન્યુઝીલેન્ડ સામેની મેચ ૪૪ રનથી જીતી લીધી છે. આ પહેલાં ગ્રુપ સ્ટેજની મેચમાં ભારત બાંગ્લાદેશ અને પાકિસ્તાનને હરાવી ચૂક્યું છે. જા આપણે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર કરીએ તો ભારતને સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, ન્યુઝીલેન્ડે સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઇટલ મેચમાં જગ્યા બનાવી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું. આનો અર્થ એ થયો કે ટીમ ઈÂન્ડયા માટે આ સારા સંકેતો નથી.
જાકે આ વખતે ઓસ્ટ્રેલિયન ટીમ પાસે પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્ક જેવા મજબૂત બોલરો નથી, પરંતુ કાંગારૂ ટીમ ઘણીવાર આઇસીસી નોકઆઉટ મેચોમાં ટીમ ઈન્ડિયા પર પ્રભુત્વ ધરાવતી જોવા મળી છે. ૨૦૧૫ થી, ભારતે આઇસીસી વનડે ઇવેન્ટ્‌સની નોકઆઉટ રમતો અથવા ફાઇનલમાં બે વાર ઓસ્ટ્રેલિયાનો સામનો કર્યો છે. ભારતીય ટીમ બંને વખત હારી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ આઇસીસી વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ ની ફાઇનલમાં પણ ટીમ ઈન્ડિયાને હરાવી અને વર્લ્ડ ચેÂમ્પયન બન્યું. આ હારનું દુઃખ હજુ પણ ટીમ ઈÂન્ડયા અને તેના ચાહકોને સતાવે છે.