(એ.આર.એલ),ચંડીગઢ,તા.૧૮
પંજાબના જગરાં રાયકોટ રોડ પર સ્થત લમ્મે ગામમાં પંજાબ નેશનલ બેંકના એટીએમને મંગળવારે મોડી રાત્રે બે બાઇક પર આવેલા ચાર નકાબધારી લૂંટારુઓએ લૂંટી લીધા હતા. બુધવારે સવારે અધિકારીઓ રાબેતા મુજબ બેંકમાં આવ્યા ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. તેણે એટીએમ તૂટેલું જાયું અને પોલીસને જાણ કરી.લૂંટાયાની માહિતી મળતા જ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. હથુર પોલીસ સ્ટેશનના પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.લૂંટારાઓએ પહેલા એટીએમની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરા પર છંટકાવ કર્યો હતો. ત્યારબાદ તેઓ એટીએમનું શટર કટરથી કાપી અંદર પ્રવેશ્યા હતા. આ પછી આરોપીઓએ એટીએમમાં લાગેલા કેમેરાને સ્પ્રે કરી એટીએમ કાપવાનું શરૂ કર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર લૂંટારુઓ એટીએમમાંથી લાખો રૂપિયા લઈને ભાગી ગયા હતા. પોલીસ તપાસ કરી રહી છે.