અમરેલીમાં રહેતા નેહલબેન જીવાભાઈ સોંધરવા (ઉ.વ.૩૬)એ હસુભાઈ વિદુભાઈ ખેતરીયા, હેમંતભાઈ વિદુભાઈ ખેતરીયા, રતનબેન વિદુભાઈ ખેતરીયા અને મીનાબહેન હસુભાઈ ખેતરીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે તેના પતિ તથા સાસરિયા વિરુદ્ધ ભરણપોષણ તથા ડોમેસ્ટિક કેસ કર્યો હતો. આ કેસ ચાલતો હતો અને કોર્ટમાં તારીખ હોવાથી તેઓ આવ્યા ત્યારે કેસ પાછો ખેંચી લેવાનું કહી ગાળો આપી, મુંઢમાર માર્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.ડી. કુવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.