લાઠીમાં રહેતી એક પરિણીતાએ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. પતિએ તારે ઘરમાં જેમ કહે તેમ રહેવાનું કહી ત્રાસ આપ્યો હતો. હાલ લાઠીમાં રહેતા ખુશ્બુબેન સૈયર (ઉ.વ.૨૮)એ ઉમરાળા તાલુકાના લીમડા હનુભાના ગામે રહેતા પતિ જીગરશા મહેબુબશા સૈયદ, મહેબુબશા જીકરશા સૈયદ, રઝીયાબેન મેહબુબશાહ સૈયદ તથા મેજુબેન આસીફભાઈ શામદાર સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, પતિ, સાસુ-સસરા અને નણંદ ઘરકામ બાબતે તથા કરીયાવર બાબતે અવાર નવાર મેણા-ટોણા મારી તથા ગાળો આપી શારીરિક-માનસીક દુઃખ ત્રાસ આપતા હતા. નણંદ ફોન કરીને પતિ તથા સાસુ-સસરાને ચડામણી કરતા હતા. જેથી પતિએ તારે ઘરમાં જેમ કહે તેમ રહેવાનું તેવી ધમકી આપી ઢીકાપાટુથી માર માર્યો હતો. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે કે રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.