રાજુલાના વિસળીયા ગામે રહેતી એક પરિણીતાને તેના પતિ સાથે વાડીએ સુવા જવું હતું. પરંતુ પતિએ સાથે લઈ જવાની ના પાડી મુંઢમાર માર્યો હતો. બનાવ અંગે બાજુબેન આણંદભાઈ શિયાળ (ઉ.વ.૩૨)એ પતિ આણંદભાઈ દેવાભાઈ શિયાળ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને પતિ સાથે વાડીએ સુવા જવું હતું. પતિએ સાથે નહીં લઈ જઈ બોલાચાલી કરી મુંઢમાર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.જી. ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.