રૂપાલાના વિવાદની આગ હવે વધુ ભભૂકી ઉઠી છે.ત્યારે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાનું મોટુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પરશોત્તમ રૂપાલાને ચાર-પાંચ થપ્પડ પડશે તો ઠીક થઈ જશે. પરેશ રાવલે પણ વિવાદિત ટીપ્પણી કરી હતી. એક થપ્પડ પડ્યા બાદ પરેશ રાવલે માફી માગી હતી. રૂપાલાને પણ થપ્પડ પડશે તો ઠીક થઈ જશે. ત્યારે ભડકાઉ ભાષણ કરનાર મહિપાલસિંહની અટકાયત કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષે રાજપૂત વર્સિસ રૂપાલાના જંગમાં ઝંપલાવ્યું છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણા અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારે મહિપાલસિંહ મકરાણાએ કહ્યું હવે તો આરપારની લડાઈ થશે. રૂપાલાની ટિકિટ નહીં કપાય તો આરપારની લડાઈ થશે. જો રૂપાલાની ટિકિટ નહીં કપાય તો ભાજપને ૪૦૦ નહીં મળે. અમે ઉત્તર ભારતમાં વિરોધ પ્રદર્શન કરીશું. ઇજીજી દરેક જગ્યાએ છે તો કરણી સેના પણ દરેક જગ્યાએ છે. દરેક વખતે અમારી બહેનો પર ટીપ્પણી કેમ? અમારી ઈજ્જત પર પ્રહાર કરે એને અમે માફ નહીં કરીએ.
તેમણે ચીમકી આપતા કહ્યુ કે, અમે ‘કમલ કા ફૂલ અમારી ભૂલ’ કેમ્પેઈન શરૂ કરીશું. ક્ષત્રિયાણીઓને જૌહર કરવાની જરૂર નથી. ક્ષત્રિયાણીઓ જૌહર કરે તે પહેલા ક્ષત્રિયભાઈ શાકા કરશે. રાજપુત યુવા શાકા કરશે જે બાદ જાહરની અનુમતી આપીશું. આવી રીતે જૌહર નહીં કરવા દઈએ. ક્ષત્રિય બહેનોને ચિંતા કરવાની જરૂર નથી તેમના ભાઈઓ જીવિત છે. ક્ષત્રિય સમાજની માગ છે કે રૂપાલાની ટિકિટ કાપવામાં આવે. હજુ સુધી રૂપાલાની ટિકિટ કાપવામાં આવી નથી.