ચમારડી ગામનાં ઉદ્યોગપતિ ગોપાલભાઈ વસ્તરપરાએ પર્યાવરણ પ્રેમી તરીકે પણ પોતાની અલગ છાપ છોડી છે. દેશમાં પર્યાવરણને બચાવવા માટે ગોપાલભાઈ વસ્તરપરા વ્યકિતદીઠ એક વૃક્ષનું વાવેતર કરવા લોકોને અનુરોધ કરી રહ્યાં છે. પ્રકૃતિપ્રેમી ગોપાલભાઈ વસ્તરપરા અનેક વૃક્ષોનું વાવેતર કરી ધરતીને લીલીછમ બનાવવા સખત પ્રયાસો કરી રહ્યાં છે. પર્યાવણને બચાવવા માટે ગોપાલભાઈ વસ્તરપરાએ જણાવ્યું હતું કે, ધરતીને બચાવવા માટે વૃક્ષોનું વાવેતર ખુબ જ જરૂરી છે. જો ભવિષ્યમાં વૃક્ષો નહીં રહે તો માનવીઓ અને જીવજંતુઓને પણ રહેવું મુશ્કેલ બનશે. તહેવારો પર તેમજ પરિવારમાં આવતા જન્મ દિવસ, સગાઈ કે લગ્ન પ્રસંગે જા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો આવનારા સમયમાં એરકન્ડીશનનો ઉપયોગ ઓછો થઈ જશે.