આજે સતત ત્રીજા દિવસે એટલે કે ૫ ફેબ્રુઆરીએ સોનું ઓલ ટાઇમ હાઈ પહોંચી ગયું છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૧,૩૧૩ રૂપિયા વધીને ૮૪,૩૨૩ રૂપિયા થયો છે. ગઈકાલે એટલે કે ૪ ફેબ્રુઆરીએ, સોનું ૮૩,૦૧૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ઓલ ટાઈમ હાઈ સ્તરે હતું.
આજે ચાંદીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. તે ૧,૬૨૮ રૂપિયા મોંઘુ થઈને ૯૫,૪૨૧ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે. અગાઉ ચાંદીનો ભાવ ૯૩,૭૩ રૂપિયા પ્રતિ કિલો હતો. ૨૩ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ ચાંદી તેના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગઈ હતી, જ્યારે તે પ્રતિ કિલો રૂ. ૯૯,૧૫૧ પર પહોંચી ગઈ હતી.
૪ મેટ્રો શહેરો અને અમદાવાદમાં સોનાનો ભાવ જાઇએ તો દિલ્હીઃ ૨૨ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૭૯,૨૦૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૮૬,૩૯૦ રૂપિયા,મુંબઈઃ ૨૨ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૭૯,૦૫૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૮૬,૨૪૦ રૂપિયા,કોલકાતાઃ ૨૨ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૭૯,૦૫૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૮૬,૨૪૦ રૂપિયા,ચેન્નાઈઃ ૨૨ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૭૯,૦૫૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૮૬,૨૪૦ રૂપિયા,અમદાવાદઃ ૨૨ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૭૮૧૫૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૮૫૨૫૦ રૂપિયા,
સોનામાં તેજીના ૫ મુખ્ય કારણો જાઇએ તો ટ્રમ્પના અમેરિકાના રાષ્ટÙપતિ બનવાથી જિયો પોલિટિકલ ટેન્શન વધી ગયું છે,અમેરિકાએ તાજેતરમાં વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે અને તેમાં વધુ ઘટાડો કરી શકે છે.,ડોલર સામે રૂપિયાના નબળા પડવાથી સોનું મોંઘુ થઈ રહ્યું છે.,વધતા જતા ફુગાવાથી પણ સોનાના ભાવને ટેકો મળી રહ્યો છે.,શેરબજારમાં વધતી જતી અÂસ્થરતાને કારણે, લોકો ગોલ્ડ ઈ્હ્લમાં રોકાણ વધારી રહ્યા છે. ૨૦૨૪માં સોનાએ ૨૦% અને ચાંદીએ ૧૭% વળતર આપ્યું
ગયા વર્ષે સોનાના ભાવમાં ૨૦.૨૨%નો વધારો થયો હતો. તે જ સમયે, ચાંદીના ભાવમાં ૧૭.૧૯%નો વધારો થયો. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સોનાનો ભાવ ૬૩,૩૫૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો, જે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ૭૬,૧૬૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયો. આ સમયગાળા દરમિયાન એક કિલો ચાંદીનો ભાવ ૭૩,૩૯૫ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૮૬,૦૧૭ રૂપિયા પ્રતિ કિલો થયો.
ડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા કહે છે કે મોટી તેજી પછી, સોનામાં ઘટાડો થવાની અપેક્ષા હતી અને તે પહેલાથી જ થઈ ચૂક્યું છે. અમેરિકા પછી યુકે દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો અને વધતા ભૂ-રાજકીય તણાવને કારણે સોનાને ટેકો મળી રહ્યો છે. તે જ સમયે, ગોલ્ડ ઈ્હ્લમાં રોકાણ પણ વધી રહ્યું છે. આ કારણે પણ સોનાની માંગ વધી રહી છે. આવી Âસ્થતિમાં, આ વર્ષે સોનું ૯૦ હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી પહોંચી શકે છે.હંમેશા બ્યુરો ઓફ ઇÂન્ડયન સ્ટાન્ડર્ડ્સના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો.
નવા નિયમ હેઠળ, ૧ એપ્રિલથી છ અંકના આલ્ફાન્યૂમેરિક હોલમા‹કગ વિના સોનું વેચવામાં આવશે નહીં. જેમ આધાર કાર્ડમાં ૧૨ અંકનો કોડ હોય છે, તેવી જ રીતે સોનામાં ૬ અંકનો હોલમાર્ક કોડ હશે. તેને હોલમાર્ક યુનિક આઇડેÂન્ટફિકેશન નંબર એટલે કે એચયુઆઇડી કહેવામાં આવે છે.