સોરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતના પાકને નુકસાન થતાં વળતર આપવા ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરી છે. સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોનાં પાકને નૂકસાન થયું છે ત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરીને ખેડૂતોને વળતર આપવા માટેની માંગણી કરી છે. ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, કમોસમી વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને વાવણીથી લણણી સુધી જતન કરીને ઉગાડેલ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે. જેમાં મગફળી, કપાસ, સોયાબીન, તુવેર, તલ, મરચી જેવા અનેક પાકો સંપૂર્ણપણે નાશ થઈ ચૂકયા છે. જેથી ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ ખાસ સહાય પેકેજ જાહેર કરી વળતર ચૂકવવા માટે રાજ્ય સરકારના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરી છે.