પાકિસ્તાનના પેશાવરમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ કિસ્સાખાન બજારની જામા મસ્જિદમાં થયો હતો, જેમાં ઘણા લોકોના મોત થયાના અહેવાલ છે. વિસ્ફોટ સમયે મસ્જિદમાં મોટી સંખ્યામાં લોકો નમાઝ અદા કરી રહ્યા હતા.
સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પેશાવર પહેલા પણ આતંકવાદી હુમલાઓનો ભોગ બની ચૂક્યું છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
પાકિસ્તાનમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓ ઝડપથી વધી રહી છે. તાજેતરમાં જાહેર થયેલા એક અહેવાલ મુજબ, ફેબ્રુઆરીમાં આતંકવાદી હુમલાઓમાં ૭૩ ટકાનો વધારો થયો છે. આ હુમલાઓથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર બલુચિસ્તાન હતો, જ્યાં આતંકવાદની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં, બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેકની ઘટનાએ પણ પરિસ્થિતિને વધુ ભયાનક બનાવી દીધી છે.
ઇસ્લામાબાદ સ્થિત પાક ઇન્સ્ટીટ્યુટ ફોર પીસ સ્ટડીઝના અહેવાલ મુજબ, ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં થયેલા ૫૪ આતંકવાદી હુમલાઓમાં ૧૨૧ લોકો માર્યા ગયા અને ૧૦૩ ઘાયલ થયા. આમાંથી ૬૨ ટકા મૃત્યુ બલુચિસ્તાનમાં થયા છે, જે દર્શાવે છે કે આ વિસ્તાર હવે આતંકવાદનું કેન્દ્ર બની રહ્યો છે.
ખૈબર પખ્તુનખ્વા પણ આતંકવાદથી ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. ફેબ્રુઆરીમાં અહીં ૩૦ આતંકવાદી હુમલા થયા હતા, જેમાં ૪૫ લોકો માર્યા ગયા હતા અને ૫૮ ઘાયલ થયા હતા. પાકિસ્તાન સરકારનો આરોપ છે કે આ હુમલાઓ પાછળ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન,હાફિઝ ગુલ બહાદુર ગ્રુપ, લશ્કર-એ-ઇસ્લામ અને ઇસ્લામિક સ્ટેટ-ખોરાસન જેવા આતંકવાદી સંગઠનોનો હાથ છે.
ફેબ્રુઆરીમાં બલુચિસ્તાનમાં ૨૩ હુમલા થયા હતા, જેમાં ૭૫ લોકો માર્યા ગયા હતા અને ૪૫ ઘાયલ થયા હતા. બલૂચ લિબરેશન આર્મી , બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ અને બલૂચ રિપÂબ્લકન ગાર્ડ્‌સ જેવા બલૂચ આતંકવાદી જૂથોએ ૨૨ હુમલા કર્યા, જેમાં ૭૪ લોકો માર્યા ગયા. આ ઉપરાંત, ટીટીપીએ એક હુમલો પણ કર્યો હતો જેમાં એક વ્યÂક્તનું મોત થયું હતું.