પાકિસ્તાન ફરી એકવાર રાજકીય અસ્થિરતાના વમળમાં ફસાઈ ગયું છે. પાકિસ્તાનની રાજધાનીમાં ઈમરાન ખાનના સમર્થકોના ઉગ્ર પ્રદર્શનથી ગભરાયેલી સરકારે સેના તૈનાત કરી દીધી હતી. આ વિરોધ પ્રદર્શનમાં ૧૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન ગુરુવારે બલૂચિસ્તાન એસેમ્બલીમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ દરમિયાન વિપક્ષે વોકઆઉટ કર્યું હતું.
તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાનને જેલમાંથી મુક્ત કરાવવા માટે સમર્થકો ઈસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન ૬ સુરક્ષાકર્મીઓના મોત થયા હતા. આ પછી સેનાને પણ ખુલ્લોદોર આપવામાં આવ્યો હતો. જેમાં ગોળીબારમાં કેટલાક લોકોના મોત થયાના પણ અહેવાલ છે. એવું કહેવાય છે કે આ પ્રદર્શનની લગામ ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીના હાથમાં હતી. ઈમરાન ખાન પોતે હાલ જેલમાં છે.
પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીના થોડા મહિના પહેલા ઈમરાન ખાનને તોશાખાના કેસમાં લાંબી સજા સંભળાવવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે તેમણે પીએમ પદેથી મળેલી ભેટોને ટેક્સમાં જાહેર કર્યા વિના બારોબાર વેચી દીધી, જે નિયમોની વિરુદ્ધ છે. આ સિવાય તેમની સામે હાલમાં લગભગ ૧૦૦થી વધુ કેસ પેન્ડીગ છે. તેમના તરફથી ઘણી જામીન અરજીઓ દાખલ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેમને કોઈ રાહત મળી નથી. આ કારણથી ઈમરાને હવે જેલમાંથી જ નવું આંદોલન શરૂ કર્યું છે.
ઈમરાન ખાને તેની જેલ મુક્તિની પ્રક્રિયાને ‘ફાઇનલ કોલ’ નામ આપ્યું છે. તેમણે તેમના સમર્થકોને તાનાશાહી અને ખોટી રીતે ધરપકડ કરવા સામે વિરોધ કરવા કહ્યું છે. તેમના સહિત પક્ષના તમામ નેતાઓની મુક્તિની માગણી સાથે ખાને કાર્યકરોને વર્તમાન સરકાર પર દબાણ લાવવા અને રાજીનામું આપવા માટે મજબૂર કરવા અપીલ કરી હતી.
ઈમરાનના એક કોલ પછી જ પીટીઆઈના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને તેમના નેતાઓની મુક્તિની માંગ કરવા લાગ્યા હતા. એવું કહેવાય છે કે, હવે પાર્ટીની કમાન તેમની પત્ની બુશરા બીબીના હાથમાં આવી ગઈ છે. જાન્યુઆરીમાં તેમને ખાન સાથે જેલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ ઓક્ટોબરના અંતમાં તેમને જામીન મળી ગયા હતા.
તમને જણાવી દઈએ કે પીટીઆઈ સમર્થકોની આ સમયે ત્રણ સૌથી મોટી માંગ છે. પહેલી માંગ એ છે કે ઇમરાન ખાનને વહેલી તકે મુક્ત કરવામાં આવે. બીજી માંગ એવી કરવામાં આવી છે કે ૨૦૨૪ની પાકિસ્તાની ચૂંટણીના વાસ્તવિક પરિણામોને જ સ્વીકારવામાં આવે. હકીકતમાં, જેલમાં હોવા છતાં ચૂંટણીમાં ઈમરાન ખાનની પાર્ટીને સૌથી વધુ સીટો મળી હતી. ત્રીજી માંગ એ છે કે પાકિસ્તાની સંસદમાં કોર્ટની સત્તા ઘટાડીને પસાર કરવામાં આવેલો કાયદો તાત્કાલિક અસરથી પાછો ખેંચવો જાઈએ.જા કે પાકિસ્તાનમાં ચાલી રહેલા આ હંગામા પર શાહબાઝ સરકારનું વલણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દેશમાં થઈ રહેલી હિંસા અંગે વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારપૂર્વક જણાવ્યું છે કે આ વિરોધ શાંતિપૂર્ણ નથી પરંતુ ઉગ્રવાદ છે.
મોટી વાત એ છે કે આ વિરોધને ઈમરાન ખાનની બેગમ બુશરા બીબીનું સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. તેમના તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જ્યારે ઈમરાન ખાન જેલમાંથી મુક્ત થાય ત્યારે જ પીટીઆઈ સમર્થકોએ ડી ચોકથી પાછા ફરવું જાઈએ. એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ઈમરાન આગામી આદેશ જારી નહીં કરે ત્યાં સુધી સમર્થકો અડગ રહેશે. પીટીઆઈ સમર્થકોનો વિરોધ દર્શાવી રહ્યો છે કે પાકિસ્તાનના રાજકારણમાં ફરી એકવાર તખ્તાપલટની અફવાઓ તેજ થઈ ગઈ છે. ઈસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે કે તખ્તાપલટ થશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. સરકાર કોઈપણ કિંમતે ઈમરાન ખાનની મુક્તિ ઈચ્છતી નથી. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં સ્થિતિ વધુ વિસ્ફોટક બની શકે છે.
જા ઈમરાન ખાનને જેલમાંથી મુક્ત કરવામાં આવે તો જ વિરોધની આગ બંધ ઓલવાય એવી શક્યતાઓ લાગી રહે છે. આંદોલનકારીઓની બીજી માંગ સરકારના રાજીનામાની છે. જા કે આવું થવાની શક્યતાઓ ઓછી છે, પરંતુ પાકિસ્તાનના ઈતિહાસ પર નજર કરીએ તો કોઈ અનુમાન લગાવી શકાય નહીં, કારણ કે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોથી લઈને નવાઝ શરીફ અને બેનઝીર ભુટ્ટોએ પણ જેલમાં સમય વિતાવ્યો, પરંતુ આનાથી તેમની પ્રતિભા અને લોકો પર તેમની પકડ ઓછી થઈ નહોતી, પરંતુ વધી હતી અને આ બધા નેતાઓ જેલમાંથી છૂટ્યા બાદ રાજકારણમાં પાછા ફર્યા હતા.