પાકિસ્તાનની પંજાબ પોલીસે દાવો કર્યો છે કે તેમણે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના બે ખતરનાક આતંકવાદીઓ સહિત દસ આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેઓ એક મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. પાકિસ્તાન પોલીસે કહ્યું છે કે તેમણે આતંકવાદીઓની ધરપકડ કરીને એક મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટએ આ માહિતી આપી.
સીટીડીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં પ્રાંતના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી દરમિયાન પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે જાડાયેલા ૧૦ આતંકવાદીઓની ધરપકડ કરીને પંજાબમાં એક મોટા આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું, “ખુશાબ અને રાવલપિંડીમાંથી ટીટીપીના બે સૌથી ખતરનાક આતંકવાદીઓની વિસ્ફોટકો સાથે ધરપકડ કરવામાં આવી છે. તેમની ઓળખ રિયાઝ અને રાશિદ તરીકે થઈ છે.
તેમણે માહિતી આપી કે સીટીડી પંજાબે પ્રાંતના વિવિધ જિલ્લાઓમાં કુલ ૭૩ ગુપ્તચર માહિતી આધારિત કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ૧૦ આતંકવાદીઓની હથિયારો અને વિસ્ફોટકો સાથે ધરપકડ કરવામાં આવી હતી. આતંકવાદીઓ પાસેથી કુલ ૨.૬૯ કિલો વિસ્ફોટકો, ૧૯ ડેટોનેટર, ૩૫ ફૂટ સેફ્ટી ફ્યુઝ વાયર, એક આઇઇડી બોમ્બ અને પ્રતિબંધિત સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે. તે પાકિસ્તાનમાં એક મોટો આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો.