પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. જેમાં ૨૦ લોકોના મોતના સમાચાર છે. વિસ્ફોટમાં ૩૦ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર મૃતકોની સંખ્યા પણ વધી શકે છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે સમયે ધમકી આપવામાં આવી તે સમયે સ્ટેશન પર ભારે ભીડ હતી. એક ટ્રેન પેશાવર જવા રવાના થવાની હતી. આ સિવાય મોટી સંખ્યામાં મુસાફરો બીજી પેસેન્જર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. બ્લાસ્ટ બાદ ક્વેટા રેલવે સ્ટેશન પર સનસનાટી મચી ગઈ હતી. લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. સ્ટેશન પર અંધાધૂંધી હતી.
બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઘટના સ્થળે ટીમ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ ઘટનાસ્થળે તપાસ માટે બોલાવવામાં આવી છે. સમગ્ર મામલાના તળિયે જવા માટે તપાસ કરવામાં આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ક્વેટામાં એક પછી એક બે બોમ્બ વિસ્ફોટ થયા હતા. પહેલા બ્લાસ્ટમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે બીજા બ્લાસ્ટમાં લગભગ ૧૫ થી ૨૬ લોકોના મોત થયા હતા. આ વિસ્ફોટોમાં આનાથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હાલમાં કોઈ સંસ્થાએ આની જવાબદારી લીધી નથી.
પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલાં જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો. રેલ્વે અધિકારીઓને
ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે જાફર એક્સપ્રેસ સવારે ૯ વાગે પેશાવર જવા રવાના થવાની હતી. વિસ્ફોટ સમયે ટ્રેન હજુ પ્લેટફોર્મ પર પહોંચી ન હતી. સ્ટેશન પર સામાન્ય ભીડને જાતા મોટી સંખ્યામાં જાનહાનિ થવાની સંભાવના છે.