પાટણના હારીજના કુંભાણાના તળાવમાં સંખ્યાબંધ માછલીઓના મોત થયા છે. અગમ્ય કારણસર માછલીઓ તેમજ જળચર જીવજંતુઓનો મોત થયા છે. તળાવમાં ઝેરી તત્વ આવી જતા માછલીના મોત થયા છે. તંત્રને જાણ કરવામાં આવતા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. તળાવમાંથી માછલીઓને કાઢી નિકાલ કરવા માંગ છે. ગ્રામીણોએ યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરી છે.
આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર આનો યોગ્ય નિકાલ નહીં કરે તો આગામી સમયમાં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ છે. આ રીતે મરેલી માછલીઓને યોગ્ય નિકાલ થાય તે જરૂરી છે. આ પગલાં ત્વરિત નહીં લેવાય તો આગામી સમયમાં આ પ્રકારની સ્થિતિ મોટા રોગચાળાને નોતરે તેવી પૂરી સંભાવના છે. સ્થાનિકોનું કહેવું છે કે આ સ્થિતિ લાંબા સમય સુધી સાંખી શકાય તેવી નથી. તેની સાથે તેમણે માછલીઓના મોત માટે જરૂરી કારણની તપાસ કરવામાં આવે તેમ પણ જણાવ્યું છે.
આ પહેલાની ઘટનામાં મોરબીમાં નદીમાં ઠાલવવામાં આવતા કેમિકલના લીધે માછલીઓના મોત થયા છે. ઘુંટુ ગામ નજીકની કેમિકલ ફેક્ટરીએ નદીમાં કેમિકલ નાખ્યાનું અનુમાન છે. માછલીઓના મોતથી ગંદકી તેમજ દુર્ગંધ ફેલાઈ છે. નદીમાં માછલીઓના સામૂહિક મોતના કારણે પરેશાની ઉભી થઇ છે. કિનારે પડેલી અસંખ્ય માછલીઓના સબને પક્ષીઓ કુતરાઓ પીંખી રહ્યા છે અને મૃત માછલીઓને લઈ હવામાં દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. આ ઘટના પ્રકાશમાં આવવાના પગલે કોર્પોરેશને પાણી પર ચૂનાનો છંટકાવ કર્યો હોવાના સમાચાર છે.
જા કે આજે તો નદીમાના કેમિકલ પાણીના લીધે માછલીઓ મરી રહી છે. આગામી સમયમાં તેના કારણે માનવીઓના આરોગ્ય પર અસર પડે તો નવાઈ નહીં લાગે. આ જ પાણીનો ઉપયોગ પીવામાં પણ થાય છે. તેથી તંત્રએ તાકીદના પગલાં ન લીધા તો સ્થિતિ વધુ વણસી શકે છે. આ ઘટનાના લીધે જીવદયાપ્રેમીઓ પણ નારાજ છે.