પાટણના સમી-રાધનપુર હાઈવે પર બાઈક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં એસટી બસ સાથે ટક્કર વાગતા બાઈક સળગી ઉઠ્યુંં હતું. આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર એક મહિલા સહિત ત્રણના મોત થયા છે.
મળતી માહિતી પ્રમાણે, પાટણના સમી-રાધનપુર હાઈવે પરથી પસાર થઈ રહેલી દિયોદરથી વડોદરા જતી એસટી બસનો ત્રિપલ સવારી બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો.સમીથી કડિયાકામ પતાવીને રાધનપુર જઈ રહેલા બાઈક પર સવાર બે યુવક અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
એસટી બસ સાથે બાઈકની ટક્કર વાગતા બાઈક પર સવાર મંજુલાબહેન, પ્રવિણભાઈ દેવીપૂજક અને મુકેશભાઈ ઠાકોરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના બાદ થોડી જ વારમાં બાઈક સળગી ઉઠ્યું હતું. સમી-રાધનપુર હાઈવે આ ગમખ્વાર અકસ્માત બાદ સમી પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી આવીને ત્રણેય મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા
પ્રજાપતિ પરિવારના સાત સભ્યો પાણીમાં ગરકાવમળતા અહેવાલો મુજબ, પાટણ શહેરના વેરાઈ ચલકા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના સાત સભ્યો આજે ગણેશ વિસર્જન કરવા માટે સરસ્વતી નદીએ ગયા હતા, જ્યાં આખો ,પરિવાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તરવૈયાઓએ ત્રણ લોકોને બચાવી લીધા હતા, જ્યારે યુવકનો મૃતદેહ હાથ લાગ્યો છે અને હાલ અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને તાત્કાલીક બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે.