અમરેલીમાં બનેલા બનાવટી લેટર કાંડ પર મચી રહેલા રાજકારણને લઈને પાટીદાર સમાજના આગેવાનો અને અમરેલીના રાજકીય નેતાઓ એકઠા થયા છે. પાટીદાર સમાજના આગેવાનો ખોડલધામના આગેવાનો સાથે મળીને યુવતીની જેલમુક્તિ અને પોલીસ ફરિયાદમાંથી તેનું નામ કાઢવા માટે સંકલ્પ વિમર્શ કરી રહ્યા છે.
અમરેલીમાં બનાવટી લેટર કાંડમાં મુદ્દે પાટીદાર સમાજની દીકરીને જેલમુક્ત કરાવવા માટે સંમિત કરાશે. ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં સંમતિ મળી. કૌશિક વેકરીયા અને ખોડલધામના આગેવાન વચ્ચે બેઠક યોજાઈ હતી. પોલીસ ફરિયાદમાંથી પણ દીકરીનું નામ દુર કરવા માટે એફિડેવિટ આપવામાં આવશે.
ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આરોપનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ સમગ્ર મામલે કિશોર કાનપરિયા દ્વારા પોલીસને રજૂઆત બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પણ પત્ર લખી આ અંગે જણાવ્યું હતું. કાર્યકર્તાઓનું મોરલ તોડવા અને પક્ષ ઉપર દબાણ ઉભું કરવા કોઈ હિતશત્રુ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ મામલે અમરેલીમાં એક બેઠક યોજાઇ હતી, જેમાં કૌશિક વેકરીયા, ખોડલધામના આગેવાનો, અને પાટીદાર આગેવાનો, જેમ કે દિનેશ બાંભણિયા, રમેશ ટીલાળા, મનોજ પનારા વગેરે હાજર રહ્યા. આ બેઠકમાં યુવતીના જામીન માટે અને આરોપો દૂર કરવા માટે એફિડેવિટ પર સહી કરવાની ચર્ચા થઇ છે. કેટલાક નેતાઓએ આ ઘટનામાં પોતાની નિંદા વ્યક્ત કરી છે, ખાસ કરીને કોંગ્રેસના નેતા લલીતભાઈ કગથરાએ કહ્યું કે આ રીતે કુંવારી દીકરીનું સરઘસ કઈ રીતે કાઢી શકાય. ચમરબંધીઓના સરઘસ નીકળતા નથી અને કુંવારી દીકરીઓના સરઘસ કાઢવામાં આવે છે. ભુપેન્દ્ર ઝાલાનું સરઘસ કાઢો તો ખબર પડે. પાટીદાર સમાજના આગેવાનો પર આક્ષેપ કર્યા છે કે જ્યારે દીકરીને ખોટા આરોપોમાં ફસાવવામાં આવ્યું, ત્યારે તેઓ કાંઈ કર્યું ?,
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે પણ પોલીસ પર પ્રહાર કરીને કહ્યું કે, જે દીકરીએ ખાલી એના શેઠે કીધું અને પત્ર લખ્યો એના સામે આવા ગંભીર પગલાંઓ યોગ્ય નથી, નકલી પત્રના આરોપીઓને પકડી પાડ્યા તો ડ્રગ્સ જિલ્લામાં કોણ લાવે તેને ખુલ્લા પાડી જ શકો છો. સાથે જ કહ્યું કે દીકરી ઉમરલાયક છે એના લગ્ન પણ નથી થયા અને તેના સરઘસ કાઢો છો તે કેટલે અંશે યોગ્ય છે.”દીકરી પર આવા પગલું લેવું યોગ્ય નથી.”
પ્રતિસાદમાં, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ ઘટના અંગે ભાજપના અંદરો અંદર લેટર કાંડ થયો છે. જેમાં પટેલ સમાજની દીકરી એક ઓપરેટર તરીકે કામ કરતી હતી. દીકરીએ માલિકના કહેવા પર લેટર ટાઈપ કર્યો છે. દીકરીનો ઇરાદો કોઈને બદનામ કરવાનો નહોતો. દીકરીની રાત્રે બાર વાગ્યે ધરપકડ કરવામાં આવી છે. બંધારણ મુજબ રાત્રે મહિલાની ધરપકડ ન કરી શકાય, અમરેલી પોલીસે દીકરી જાડે અન્યાય કર્યો છે.