પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકારે બુધવારે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. પાકિસ્તાન સામે સૌથી મોટી કાર્યવાહી સિંધુ નદી જળ સંધિને સ્થગિત કરવાની છે. ભારતના કડક પગલા બાદ, પાકિસ્તાન સરકારે ગુરુવારે એક મોટી બેઠક પણ યોજી હતી. ભારતની કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક યોજી અને કહ્યું કે ભારત દ્વારા પાણી રોકવાને યુદ્ધ ગણવામાં આવશે.
પાકિસ્તાન સરકારની એનએસસી બેઠકમાં ટોચના નાગરિક અને લશ્કરી નેતૃત્વએ હાજરી આપી હતી અને ભારત દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી હતી. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે પાણી ૨૪ કરોડ લોકોની જીવનરેખા છે. આને યુદ્ધની જેમ ગણવામાં આવશે. પાણી રોકવાનો નિર્ણય ભારતનો એકપક્ષીય છે. પાકિસ્તાન આ વાતનો ઇનકાર કરે છે.
રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં ઇસ્લામાબાદમાં યોજાઈ હતી. આ બેઠકમાં પાકિસ્તાનના ત્રણેય સેના પ્રમુખો, મહત્વપૂર્ણ મંત્રીઓ, ટોચના નાગરિક અને લશ્કરી અધિકારીઓ હાજર રહ્યા હતા. પાકિસ્તાની મીડિયા અનુસાર, પાકિસ્તાન સરકારે કહ્યું છે કે જા ભારત પાકિસ્તાનના ભાગનું પાણી રોકવાનો અથવા વાળવાનો પ્રયાસ કરશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે. સુત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાં તમામ દ્વિપક્ષીય કરારો તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યા હતા.,પાકિસ્તાને વાઘા બોર્ડર બંધ કરવાનો આદેશ જારી કર્યો છે.,ભારતીય એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું.બેઠક બાદ પાકિસ્તાને કહ્યું કે, પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે કોઈપણ ખતરોનો તમામ ક્ષેત્રોમાં કડક જવાબ આપવામાં આવશે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણયને પાકિસ્તાને “નકાર્યો”, કહ્યું કે તે ૨૪ કરોડ પાકિસ્તાનીઓ માટે જીવનરેખા છે.પહેલગામ હુમલા પછી, ભારત દ્વારા સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના અને અન્ય કડક પગલાં લેવાના નિર્ણયને લઈને પાકિસ્તાનમાં ગભરાટ છે.પાકિસ્તાને શિમલા કરારમાંથી ખસી જવાની ધમકી આપી અને ભારતના પગલાંને યુદ્ધ જેવી ગણાવ્યા. એનએસસીની બેઠકમાં, પાકિસ્તાને સ્પષ્ટ કર્યું કે જા ભારત પોતાનું આક્રમક વલણ છોડશે નહીં, તો તે શિમલા કરાર સહિત તમામ દ્વિપક્ષીય કરારો રદ કરવાનું વિચારશે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારતના પગલાં આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓનું ઉલ્લંઘન છે. પાકિસ્તાન સરકારે આરોપ લગાવ્યો હતો કે ભારત દ્વારા સિંધુ જળ સંધિને એકપક્ષીય રીતે સસ્પેન્ડ કરવી એ યુદ્ધ સમાન છે અને તેનો સંપૂર્ણ રાષ્ટ્રીય તાકાતથી જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાને સિંધુ જળ સંધિ અટકાવવાના ભારતના નિર્ણયને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે આ સંધિ એક આંતરરાષ્ટ્રીય કરાર છે, જે વિશ્વ બેંકની મધ્યસ્થી હેઠળ કરવામાં આવ્યો હતો, અને ભારત તેને એકપક્ષીય રીતે સ્થગિત કરી શકે નહીં. પાકિસ્તાને એવી પણ ચેતવણી આપી હતી કે જા ભારત સિંધુ નદીનું પાણી રોકવાનો કે વાળવાનો પ્રયાસ કરશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે અને તેનો સંપૂર્ણ બળથી જવાબ આપવામાં આવશે. બેઠક બાદ, પાકિસ્તાને વાઘા બોર્ડર તાત્કાલિક અસરથી બંધ કરવાનો પણ નિર્ણય લીધો. તમામ પ્રકારના વ્યવસાય અને નાગરિક અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશનના લશ્કરી, નૌકાદળ અને વાયુસેના સલાહકારોને ‘અનિચ્છનીય વ્યક્તિઓ’ જાહેર કરવામાં આવ્યા છે અને તેમને ૩૦ એપ્રિલ સુધીમાં દેશ છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત, ભારતીય હાઇ કમિશનના સ્ટાફની સંખ્યા ૩૦ સુધી મર્યાદિત કરવામાં આવી છે.
પાકિસ્તાને ભારત પર આતંકવાદને સમર્થન આપવાનો પણ આરોપ લગાવ્યો હતો.એનએસસીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત કાશ્મીરમાં પોતાના ‘શોષણ અને માનવાધિકાર ઉલ્લંઘન’ છુપાવવા માટે આતંકવાદનો ઉપયોગ બહાના તરીકે કરી રહ્યું છે. ભારતીય નૌકાદળના અધિકારી કુલભૂષણ જાધવના કથિત કબૂલાતને ટાંકીને, પાકિસ્તાન સરકારે ભારતને આતંકવાદ પ્રાયોજક દેશ ગણાવ્યો અને કહ્યું કે તેની પાસે નક્કર પુરાવા છે.બેઠકમાં પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાની વાત કરી. તેમણે કહ્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વણઉકેલાયેલો વિવાદ છે અને ભારતની તાજેતરની કાર્યવાહી પ્રાદેશિક શાંતિને જાખમમાં મૂકી શકે છે. પાકિસ્તાને એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભારતમાં લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો સામે રાજ્ય પ્રાયોજિત અત્યાચાર વધી રહ્યો છે અને આ દક્ષિણ એશિયાની સ્થિરતા માટે મોટો ખતરો બની શકે છે.
દરમિયાન ભારતે પહેલગામ આતંકવાદી હુમલાને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સાથે જાડીને અનેક કડક પગલાં લીધાં છે. નવી
આભાર – નિહારીકા રવિયા દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકમાં ૫ મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યાઃ
સિંધુ જળ સંધિનું સસ્પેન્શનઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૬૦ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ નિર્ણય ત્યાં સુધી અમલમાં રહેશે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે.
રાજદ્વારી સંબંધોમાં ઘટાડોઃ ૦૧ મે, ૨૦૨૫ સુધીમાં વધુ ઘટાડા દ્વારા હાઇ કમિશનમાં તૈનાત કર્મચારીઓની કુલ સંખ્યા હાલના ૫૫ થી ઘટાડીને ૩૦ કરવામાં આવશે. નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનના સંરક્ષણ, લશ્કરી, નૌકાદળ અને હવાઈ સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે અને તેમને એક અઠવાડિયાની અંદર ભારત છોડવું પડશે.
અટારી બોર્ડર બંધઃ અટારી ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે. જે ભારતીય નાગરિકો માન્ય દસ્તાવેજા સાથે પાકિસ્તાન ગયા છે તેમને ૧ મે, ૨૦૨૫ સુધીમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવશે.
પાકિસ્તાની નાગરિકો પર વિઝા પ્રતિબંધોઃ પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અગાઉ જારી કરાયેલા તમામ જીફઈજી વિઝા રદ કરવામાં આવ્યા છે, અને ભારતમાં હાજર પાકિસ્તાની નાગરિકોને ૪૮ કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભારતીય સ્ટાફ પાછો ખેંચવોઃ ભારતે ઇસ્લામાબાદ સ્થિત તેના હાઇ કમિશનમાંથી સંરક્ષણ, નૌકાદળ અને હવાઈ સલાહકારોને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. બંને દેશોના હાઇ કમિશનમાં આ પોસ્ટ્સ હવે નાબૂદ માનવામાં આવશે.