આજે અડધો દિવસ વેપાર-ધંધા બંધ રાખવા ધાનાણીની અપીલ
પરેશ ધાનાણીની તબીયત લથડતા મેડિકલ ચેકઅપ કરાયું
અમરેલી,તા.૧૦
અમરેલી લેટરકાંડ મામલે કોંગ્રેસના નેતા પરેશભાઈ ધાનાણીના અમરેલીમાં ધરણાં દરમ્યાન તેમની તબીયત લથડતા મેડિકલ ચેકઅપ કરાયું હતું. પોલીસ અને ભાજપના નેતાઓ પર ધાનાણીએ પ્રહાર કર્યા છે. ૨૪ કલાકના ધરણાં છતાં કોઈ કાર્યવાહી ન કરાતા ધાનાણીએ ધરણાં વધુ એક દિવસ લંબાવ્યા હતા. તેમજ આજે અડધો દિવસ વેપાર-ધંધા બંધ રાખવા ધાનાણીએ અપીલ કરી છે. સાથે જ પરેશભાઈ ધાનાણીએ કહ્યું કે, ધરણા વધારવા અરજી કરી છે અને કહ્યું હતું કે જા મંજૂરી નહિ મળે તો પણ હું ધરણાં કરીશ. દિવસ દરમિયાન રાજકમલ ચોકમાં કોંગ્રેસી અગ્રણીઓએ પણ મુલાકાત લીધી હતી અને પરેશભાઈ ધાનાણી સાથે ધરણામાં પણ જોડાયા હતા.
સોસિયલ મીડિયા પર બન્ને પક્ષોની કોમેન્ટ
પરેશભાઈ ધાનાણીએ આજે અમરેલીના વેપારીઓને બપોરના ૧૨ઃ૦૦ વાગ્યા સુધી બંધ રાખવાની અપીલ કરતાં જ સોશિયલ મીડિયા પર વેપાર ધંધા ચાલુ રાખવા અને બંધ રાખવાના મુદ્દે ધમાસાણ બોલી ગયું હતું અને બંને પક્ષ તરફથી સોશિયલ મીડિયામાં અવનવી કોમેન્ટો ચાલુ થઈ હતી. જે દિવસ ભર લોકો માટે ચર્ચાનો વિષય બન્યો હતો.