(એ.આર.એલ),પાલનપુર,તા.૩૦
પાલનપુરમાં હાઈવે પર ગાંજા લઈને જઈ રહેલા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે જગાણા હાઈવે પરથી રિક્ષામાં ગાંજાનો જથ્થો લઈને જતા બન્ને શખ્સોને ઝડપી લીધા હતા.એસઓજી પોલીસે આરોપીઓ પાસેથી ૧,૨૬૦ ક્લોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો અને રિક્ષા મળીને કુલ ૨.૭૮ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આ કેસમાં મોહસીન સલાટ અને રાજકુમાર ઉર્ફે રાજુની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ આ જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.