પાલીતાણા,તા.૦૧
વાળુકડથી હણોલ તરફ જવાના રોડ પર બાઇક લઇને પસાર થઇ રહેલા વૃદ્ધની બાઇક ગાય સાથે અથડાતા તેમને ગંભીર ઇંજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ભરતભાઇ ઝવેરભાઇ વાઘાણી (રહે.બહાદુરગઢ) ગઇકાલે સાંજે
આભાર – નિહારીકા રવિયા તેમની બાઇક લઇને જઇ રહ્યાં હતા ત્યારે રસ્તામાં અચાનક જ ગાય આવતા તેમની બાઇક ગાય સાથે અથડાઇ હતી અને તેના કારણે ભરતભાઇને ગંભીર ઇંજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે પહેલા પાલીતાણ અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેમને ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે લવાયા હતા જ્યાં સારવાર દરિમયાન તેમનું મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.