રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં પીએમશ્રી મદદ ઈશ્વરીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી વામજા જયરાજ સંગીતાબેને લોકવાર્તા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવીને શાળા, ગામ અને અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગાંધીનગર ખાતે ૧૭ માર્ચ ૨૦૨૫ થી ૨૦ માર્ચ ૨૦૨૫ દરમિયાન યોજાયેલ આ સ્પર્ધામાં ૬ થી ૧૪ વર્ષની વયજૂથમાં જયરાજે આ સિદ્ધિ હાંસલ કરી છે.