અમરેલી તાલુકાનાં પીઠવાજાળ ગામે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯મી જન્મ જયંતી ઉજવાઈ હતી. ગામના યુવાનો, વડીલો દ્વારા સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હારારોપણ કરવામાં આવ્યું હતું. વડીલોએ સરદાર સાહેબનાં જીવન ચરિત્ર વિશે યુવાનોને માહિતગાર કર્યા હતા.